પરફેકટ ઓટોમાંથી ૫.૫૧ લાખની ઉચાપત કરનાર કેશિયરની ધરપકડ

યુનિવર્સિટી રોડ પર નંદી પાર્ક–૫માં રહેતાં અને ગોંડલ રોડ પર પરફેકટ ઓટો સર્વિસિઝ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં રોનક નટવરલાલ વ્યાસે માલવીયાનગર પોલીસમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ પરથી પોલીસે કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં કેશિયર તરીકે ફરજ બજાવતાં આજીડેમ ચોકડી પાસે હરસિધ્ધી પાર્ક, સદ્દભાવના એપાર્ટમેન્ટમાં રહેતા કેતન ભીખુભાઇ જોષીની સામે ગુનો નોંધી તેની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ કંપનીનું ઓડિટ તા. ૨૭૧૦ના રોજ ચાલતું હતું એ વખતે અમને ધ્યાનમાં આવ્યું હતું કે કેશિયર કેતનભાઇએ છેલ્લા ત્રણ દિવસ એટલે કે ૨૫૧૦ થી ૨૭૧૦ સુધીની રશીદોની રકમ બેંકમાં જમા કરાવી નથી. આ બાબતે તેને પુછતાં શઆતમાં ગલ્લા તલ્લા કર્યા હતાં. બાદમાં છેલ્લા ત્રણ દિવસમાં કટકે–કટકે આવેલી રકમ . ૫,૪૫,૬૪૫ તેણે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યાનું જણાયું હતું. આ ઉપરાંત એક એડવાન્સ બુકિંગ ના ઓર્ડરના ભૂપતભાઇ જાનુભાઇ વાઘેલાના ડાઉન પેમેન્ટની રકમ . ૬૧૭૦ જમા કરાવી ન હતી. અને તેમાં પણ પોતાની સહી સિક્કા કરી દઇ આ રકમ પણ જમા કરાવી નહોતી અને અંગત ઉપયોગમાં લઇ લીધી હતી. તેમજ રકમ મળ્યાની રશીદ પણ બનાવી નહોતી. પોલીસે આ બનાવ અંગે કેશિયરની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.