શેરવો ગામની સીમમાં ૧૦૨ બોરી કોલસો અને પ૦ મણ લાકડું પકડાયું

બન્નીના શેરવો ગામની સીમમાંથી વન વિભાગે રૃ.૪૦ હજારનો કોલસો ઝડપી પાડયો હતો. વન વિભાગની ટીમે પૂર્વ બાતમીના આાધારે શેરવો ગામના ભાદરા હસન જતના કબ્જામાંથી કોલસો બોરી નંગ.૧૦૨ તેમજ ૫૦ મણ ગાંડા બાવળનું લાકડુ તાથા ૫૦ નંગ કતાન એમ કુલ ૪૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. બન્ની વિસ્તારમાં વન ખાતાએ સપાટો બોલાવતા કોલસાના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો હતો.