ગાંધીધામઃ વ્હોટેસએપ ગ્રુપમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષિકાઓ વિરુદ્ઘ અભદ્ર ટિપ્પણીથી ચકચાર

ગાંધીધામની એક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા વ્હોટેસએપ ગ્રુપમાં જાણ્યે અજાણ્યે તેમના શિક્ષિકાઓ પણ દાખલ થઈ ગયા હતા. દરમ્યાન આ ગ્રુપના અમુક વિધાર્થીઓ અકિલા દ્વારા શિક્ષિકાઓ વિશે સોશ્યલ મીડીયામાં અભદ્ર ટિપ્પણીઓ કરાઈ હતી. ગ્રુપમાં કરાયેલી આવી અભદ્ર ટિપ્પણીઓ ખુદ શિક્ષિકાઓએ વાંચતા ચકચાર મચી ગઇ હતી. આ દ્યટનાને પગલે સંબધિત વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવીને અભદ્ર ટીપ્પણીના સ્ક્રીન શોટ દર્શાવાયા હતા. પોતાના સંતાનોની ભૂલ સમજાતા વાલીઓએ તેમને આ વિશે સમજ આપવાની હિમાયત કરી હતી. સ્કૂલ દ્વારા અન્ય સૌ વિદ્યાર્થીઓને સોશ્યલ મીડીયા વિશે સમજ આપી તેના દુરુપયોગ અંગે લાગુ પડાતા સાયબર ક્રાઇમ અંગે માહિતી આપીને દુરુપયોગ નહીં કરવા વિશે કાઉન્સેલિંગ કરાયું હતું. શિક્ષિકાઓ વિરુદ્ઘ અભદ્ર ટિપ્પણી કરનારા સગીર વિદ્યાર્થીઓને પણ સાયબર ક્રાઇમના કાયદાનું ભાન થતા તેમણે અને તેમના વાલીઓએ લેખિતમાં માફી માંગી હતી. જોકે, અહીં સવાલ આપણા સૌ સામે છે, આપણે સૌએ આપણા સંતાનોને સોશ્યલ મીડીયા ઉપયોગ અને દુરુપયોગ સામે જાગૃત કરવાનો સમય આવી ગયો છે