ગાંધીધામમાં મીઠું ખાલી કરતા ડમ્પરનું હાઇડ્રોલિક ઉપર પડતાં કામદારનું મોત

ગાંધીધામના ચુડવા ગામ પાસે આવેલા મીઠાના કારખાનામાં ડમ્પર ચાલકની બેદરકારીએ માનવ જિંદગીનો ભોગ લીધો હતો. જૈન સોલ્ટના કારખાનામાં ડમ્પર ચાલકે મીઠું ખાલી કરવા હાઇડ્રોલિક ઊંચું કર્યું હતું. પણ, મીઠું ખાલી કર્યા પછી ડ્રાઈવરે એકાએક પાછળનું હાઇડ્રોલિક નીચું કરી નાખતા તે કામદાર સચિન વિક્રમ નાગલે (ઉ.૨૩) ના માથા ઉપર પડતા ગંભીર ઈજાઓને કારણે તેનુ મોત નીપજયું હતું.