ખાનગી ટ્રાવેલ્સની આઈસર કંપનીની બસમાં મુસાફરો ભરી અને જામનગર જતી ખાનગી ટ્રાવેલ્સની બસ માળીયાથી આગળની તરફ સુરજબારીના પુલ પાસે એકાએક પલ્ટી ખાઇ ગઈ હતી : જેના કારણે બસમાં બેઠેલા ૨૦ થી ૨૫ મુસાફરોને નાની – મોટી ઈજાઓ પહોંચી છે : જો કે માળીયાથી તાત્કાલીક ૧૦૮ને બોલાવી લેવાઈ હતી તેમજ મુસાફરોની સંખ્યા વધુ હોય જેતપર અને મોરબીથી પણ વધારાની ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે નજીકના દવાખાનામાં પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી