બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મહિલાઓની મદદ માટે પાંચ મહિલા ધારાશાસ્ત્રીની નિમણુંક

રાજકોટનાં એ.પી.પી. બીનલબેન રવેશીયા, અમદાવાદના યોગીનીબેન, બરોડા જલ્પાબેન, ધ્રાંગધ્રા ગોપીબેન અને પાટણના જ્યોત્સનાબેનની વરણીમહીલાઓ પર થતા અત્યાચાર અંગે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટના એ.પી.પી. બીનલબેન રવેશીયા સહિત પાંચ મહિલા એડવોકેટની નિમણુંક કરવામાં આવી છે.વધુ વિગત મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગત તા.૧૦/૮/૧૯ના રોજ જનરલ બોર્ડમાં મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ચીંતા વ્યક્ત કરી મહિલાઓની પડખે ઉભા રહી કાયદાકીય માર્ગદર્શન આપવામાં માટે કમીટી બનાવવા નિર્ણય કરવામાં આવ્યો જેમાં રાજકોટના એ.પી.પી. બીનલબેન રવેશીયા, અમદાવાદના યોગીનીબેન પરીખ, વડોદરાના જલ્પાબેન પંચાલ, ધ્રાંગધ્રાના ગોપીબેન રાવલ અને પાટણના જ્યોત્સનાબેન નાથ સહિત પાંચ મહિલા એડવોકેટોની વરણી કરવામાં આવી છે. જેઓ મહિલાઓના રક્ષણ માટે કાર્ય કરશે.બીનલબેન રવેશીયાની નિમણુંકને અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ, કેન્દ્રીય લો-કમીશનના પૂર્વ મેમ્બર અભયભાઈ ભારદ્વાજ, નીતિનભાઈ ભારદ્વાજ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ અને સરકારી વકીલોએ અભિનંદન પાઠવ્યા છે.