રાણપુર તાલુકા પંચાયત ખાતે ૭મી આર્થિક ગણતરી સર્વે માટે તાલીમ વર્કશોપ યોજાયો

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં ૭મી આર્થિક ગણતરી સર્વે કરવામાં આવનાર છે. બોટાદ જીલ્લામાં આર્થિક સર્વેની ગણતરી સૌપ્રથમવાર મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરવામાં આવશે. આ સર્વેથી જિલ્લા અને દેશની આર્થિક બાબતોની માહિતી એકઠી કરવામાં આવશે. જે માટે ભારત સરકારના CSC-E Governance service india Ltd. દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર તા.પંચાયત ખાતે તાલુકા કક્ષાના સુપરવાઇઝરશ્રીઓ તથા ગણતારીદરની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આસીસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી શ્રી રોનકભાઈ, SA વિષ્ણુભાઈ દેસાઈ તથા CSC જિલ્લા મેનેજર વિપુલભાઇ દેશાણી અને અશોકભાઈ ઉભડીયા દ્વારા આર્થિક ગણતરીનો સર્વે કઈ રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી. જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે આર્થિક ગણતરીના ગણતરીદાર આપના ત્યાં સર્વે કરવા આવે ત્યારે તેમને સાથ સહકાર આપવા વિનંતી.

રિપોર્ટ બાય. લાલજીભાઈ સોલંકી