ગાંધીધામ તોલાણી કોલેજમાં જળ સંચય કાર્યશાળાનું આયોજન કરાયું

તોલાણી પોલીટેકનીક કોલેજમાં જળ સંચય અને સિંચાઈની વિવિધ પધ્ધતિ વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આદિપુર ખાતે તોલાણી પોલીટેકનીક કોલેજના સિવિલ એન્જીનિયરીંગ વિભાગ અને નોડલ ઇન્સ્ટીટયુટ ઓફં ઇન્ફાસ્ટ્રકચર અંતર્ગત જળ સંચય અને સિંચાઈની વિવિધ પધ્ધતિ વિષય પર બે દિવસીય કાર્યશાળા યોજાઈ હતી કાર્યશાળામાં સિવિલ એન્જીનિયરીંગ, આર્કીટેકચર, કોલેજનાં પ્રધ્યાપકો અને વિધાર્થીઓએ ભાગ લીધો હતો.કાર્યશાળાનું ઉદઘાટન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગય્ય કરી કરાયું હતું. કાર્યશાળાના ઉદઘાટનના અરંભમાં વીશિષ્ટ્ર મહેમાન તરીકે ગાંધીધામ કોલેજીયેટ બોર્ડનાં એડમીનીસ્ટ્રેટર કે. વેંકટેશ્વરલું ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાણી અંગે કચ્છની પરીસ્થિતિ વિશે વિસ્તૃત સમજ આપી હતી.કાર્યક્રમની શઆતમાં કોલેજના આચાર્ય જે. કે. રાઠોડએ પ્રારંભીક પ્રવચનમાં સૌને આવકાર્યા હતા તેમજ કચ્છ જીલ્લોકે યાં કાયમ પાણીની તંગી પ્રવર્તે છે ત્યાં પાણીને લગતા વિષય પર કાર્યશાળા યોજવા બદલ બિરદાવ્યા હતા.કાર્યશાળાના મુખ્ય વકતા અને એલ.ઈ. કોલેજ, મોરબીના પ્રધ્યાપક પ્રો. નીલકઠં ભટ્ટ એ સમગ્ર કાર્યશાળા દરમ્યાન ઓછા પાણી દ્રારા તેમજ જયારે પાણીની ગુણવતા પણ સારી ન હોય તેવા સંજોગોમાં સિંચાઈ કરવાની વિવિધ રીતોની પ્રાયોગિક સમજ આપી હતી અને કચ્છ અને રાજસ્થાન જેવા વિસ્તાર કે યાં પાણીની કાયમી અછત રહે છે તેવા વિસ્તારોમાં જળ સંચય કરવાની વિવિધ પધ્ધતિઓં સમજાવી હતી.કાર્યશાળાના સમાપન સમારોહમાં મિકેનીકલ વિભાગના વડા સુરેશ પારીક, એલમનિ એસોસિએશન ના એચ. એચ. નાવાણી વગેરે મહાનુભાવોને હસ્તે પ્રમાણપત્રો અપાયા હતા.સમગ્ર કાર્યશાળાનું આયોજન સિવિલ વિભાગ અને એન. આઈ. આઈ.ના કોર્ડિનેટર પ્રો. ચિંતન ભટ્ટએ કયુ હતું તેમજ સિવિલ વિભાગના પ્રો. મહેશ માલી અને કુ. અંકિતા ચૌધરી વગેરેએ આયોજનમાં સહયોગ આપ્યો હતો