Skip to content
ભારતના ઐતિહાસિક વારસા સાથે મોટરિંગ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજસ્થાનના એક ટ્રસ્ટે ચાર હજાર કિલોમીટર લાંબા આઇકોનિક વિન્ટેજ કાર એકસપીડિશનનું આયોજન કર્યું છે. આગામી ૧૭ ફેબ્રુઆરીથી દિલ્હીથી ૧પ૦ જેટલી વિન્ટેજ કારનો કાફલો જોડાશે. વિન્ટેજ કારનો કાફલો દિલ્હીથી આગરા, સવાઇ માધોપુર, જયપુર, ગજનેર, જેસલમેર, અકિલા ખીમસર, જોધપુર, માઉન્ટ આબુ, કચ્છનું રણ, માંડવી, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, ડુંગરપર થઇ ર૩મા દિવસે ઉદયપુર પહોંચશે. ૧૦ માર્ચે ઉદયપુરમાં એનું સમાપન થશે. વિન્ટેજ કારનો કાફલો દેના ૧૭ જેટલા અકીલા હેરિટેજ સીટીમાંથી પસાર થશે. ‘ઇન્ક્રેડિબલ ઇન્ડિયા’ના નામે યોજાનારા આ અભિયાનમાં કેન્દ્રનું પ્રવાસન મંત્રાલય પણ સહયોગ આપશે. રાજસ્થાનના ર૧ ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત આ વિન્ટેજ કાર અભિયાનમાં દેશની સૌથી જૂની ગણાતી ૧૯૦૩ની કેડિલેક અને ૧૯૩૬ની રોલ્સ-રોયસ કાર ભાગ લેશે. આ બંને કલાસિક કાર જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની છેે. સિંઘાનિયાની કુલ પાંચ વિન્ટેજ કાર આ કાફલામાં જોડાશે. ઉદ્યોગપતિ રતન તાતાના ભાઇ જિમી તાતા પણ તેમની વિન્ટેજ કાર આપશે.