પ્લોટ પચાવી પાડવા બોગસ દસ્તાવેજના કારસા: ૭ શખસો સામે ફરિયાદ નોંધાઇ

આ અંગે અંજાર પોલીસ મથકમાં શરદભાઈ હરિદાસ ભાટીયા (ઉંમર વર્ષ ૬૩, રહે દેવડીયા નાકા અંજાર)એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંજાર શહેર મા ટીપી સ્કીમ નં.૩, સીટી સર્વે વોર્ડ ન.ં ૨, શીટ ન.ં ૧૪૬, સીટી સર્વે નં.૧૬૦,અંતીમખડં નં.૧૩૮ ક્ષેત્રફળ– ૩૨૨.૬૭ ચોરસ મીટર વાળો ખુલ્લો પ્લોટ મિલકત જે ફરિયાદીના કાકા રમેશ કુમાર ગીરધરદાસ ભાટીયા રહે. હાલ કલકતા વાળાના સ્વતત્રં કજા ભોગવટા અને માલિકીનો આવેલ છે અને તે મિલ્કતની જનરલ પાવર ઓફ એર્ટની ફરીયાદીને બનાવી આપી છે જે મિલકત ખુબજ મોકની અને કિંમતી છે. જે મિલકત પચાવી પાડવાના ઇરાદે અમરદીપસીંહ મહાવીરસીંહ વાઘેલા રહે.વિજયનગર અંજાર વાળા તથા બનાવટી પાવરદાર રમેશ નાનજી મીણાંત રહે. મોરગર તા. ભચાઉ તથા પ્રથમ દસ્તાવેજ આધારે લોટ ખરીદનાર આશીષ રમણિકભાઈ પલાણ ર હે. મઢ ફળીયુ અંજાર તથા બીજા દસ્તાવેજ આધારે બ્લોટ ખરીદનાર દિપક હરીભાઇ નીમાવત રહે.મોઢ ફળીયુ અંજાર વાળા તથા સદર પ્લોટના પ્રથમ દસ્તાવેજ તથા ત્રીજા દસ્તાવેજમા સાક્ષી તરીકે સહી કરનાર આનદં ભોજરાજ બારોટ રહે.વાઘેશ્વરી ચોક અંજાર અને જનતાનગરી ભુજ વાળા તથા પાવરનામુ તૈયાર કરી. ઓળખ આપનાર એડવોકેટ બી.એમ.અગ્રવાલ, એસ્પેનેડ કોર્ટ મુંબઇ તથા નોટરી કરી આપનાર એડવોકેટ એ. સતાર ઝરીવાલા,ગઇટર મુંબઈ વાળા એક બીજાને એક બીજાએ મળી કાવતં રચી મિલ્કત પચાવી પાડવાના ઇરાદે કાવત રચી ઉપરોકત બનાવટી પાવરનામુ તેમજ અલગ અલગ દસ્તાવેજ અલગ અલગ તારીખે બનાવી સબ રજીસ્ટાર વિભાગમા તે દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા છતાં ખરા તરીકે રજુ કરી અલગ અલગ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા હતા અને પચાવી પાડવાના ઈરાદે છતરડી કરવામાં આવી હતી આ અંગે શરદભાઈ ભાટિયા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.