ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ધોરડો ખાતે તા.૧લી થી ૧૨મી સુધી સંગીત સંધ્યા કાર્યક્રમો યોજાશે…

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા.૧/૨/૨૦૨૦ થી તા.૧૨/૨/૨૦૨૦ દરમ્યાન સફેદરણ (ધોરડો) ખાતે સંગીત સંધ્યા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અન્વયે ૧લીએ એશ્વરીયા (સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા), ૨જીએ ગીતાબેન રબારી (કચ્છી કોયલ લોકગાયિકા), ૩જીએ ફરીદા મીર (લોકગાયિકા), ૪થીએ ભૌમિક શાહ (ફાઇનાલિસ્ટ સારેગામા), ૫મીએ કિર્તીદાન ગઢવી (ગ્લોબલ મ્યુઝિક એવોર્ડ-લોકગાયક), ૬ઠ્ઠીએ જિગ્નેશ કવિરાજ અને અભિતા પટેલ (ગુજરાતી લોક ગાયક), ૭મીએ કિંજલ દવે (ધ કવિન ઓફ ગુજરાત ફોક), ૮મીએ ડિમ્પલ પંચોલી (પ્રખ્યાત ગાયિકા, ૯મીએ ઉર્વશી રાદડિયા (ગુજરાતી લોક ગાયિકા) અને ૧૨મીએ મેધધનુષ બેન્ડ (ફયુસન બેન્ડ) વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેવું પ્રવાસી અધિકારી, ગુજરાત પ્રવાસન માહિતી કેન્દ્ર, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.