ભુજમાં છેલ્લા ૧૦ દિવસથી હડતાલ પર બેઠેલાં દિવ્યાંગનોને ન્યાય ન મળતા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

દિવ્યાંગોની વહારે આવી કચ્છ કોંગ્રેસે સરકાર સમક્ષ ઠાલવી હૈયા વરાડ કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી દિવ્યાંગો દ્વારા ગાંધીનગર કક્ષાએ રજૂઆતો કરવામાં આવી તેમછતાં સરકાર દ્વારા કોઈજ નિર્ણાયક પગલાં ન લેવાતાં આખરે બેરોજગરીથી કંટાળીને ભુજ ની કલેક્ટર કચેરી સામે અચોક્કસ સમયની હડતાલ પર બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આજે દસ-દસ દિવસો વીતવા છતાં તંત્રએ કોઈપણ હકારાત્મક જવાબ તો ઠીક પણ આ દિવ્યાંગનોને મળવા કે તેલોકોની છાવણીની મુલાકાત સુદ્ધાં લીધી નથી ત્યારે આવા જરૂરિયાતમંદ લોકોને આટલા દિવસો વીતવા છતાં ન્યાય ન મળતાં આખરે કોંગ્રેસ આ લોકોની વહારે આવતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને આ લોકોને રોજગારી આપવા સરકાર સમક્ષ તેલોકોની માંગણીઓ પહોંચાડે અને તંત્ર પણ આવા લોકોની વહારે આવે અને કચ્છ મોરબી ના સાંસદ વિનોદ ચાવડાની ઓફીસ સામે હોવાં છતાં અને આ મુખ્ય માર્ગ હોવાં છતાં કોઈજ રાજકીય આગેવાન કે અધિકારી સુદ્ધાંત કોઈએ આ છાવણીની મુલાકાત લીધી નથી તેનેપણ દુઃખદ ઘટના ગણાવી હતી અને છાવણીમાં બેઠેલાં લોકોની માંગ છે કે સરકાર દ્વારા દિવ્યાંગનોની આવકનું ધોરણ નાબૂદ કરવામાં આવે અને બી.પી.એલ યાદીમાં અમાવવામાં આવે,આ લોકોને શારીરિક ખોટમાં પણ અન્યાય થઈ રહ્યો છે જેમાં ૪૦% ખોટખાપણ વાળા વિકલાંગોને સરકારની તમામ યોજનામાં સમાવવામાં આવે,રોજગારી ભથ્થું આપવામાં આવે,જિલ્લા રિજગાર કચેરી આ દિવ્યાંગનોને નોકરી આપવામાટે પારદર્શક અને ઝડપી પ્રક્રિયા હાથધરાય, દિવ્યાંગોને આયુષ્યમાન તથા અન્ય કાર્ડમાં પ્રાથમીકતા આપવામાં આવે,ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવે,કચ્છ જિલ્લાના ઉદ્યોગ જૂથો પણ રોજગારી મુદ્દે દિવ્યાંગનો સાથે અન્યાય કરી રહ્યાં છે જેમાં નિયમો અનુસાર રોજગારી મળવી જોઈએ પરંતુ શરૂઆતમાં દેખાવ પૂરતી રોજગારી આપી છ માસમાં છૂટા કરીદેવાય છે જે યોગ્ય નથી તેમજ પેંશન યીજનમાં વધારો કરવામાં આવે તથા તમામ દિવ્યાંગોનું જિલ્લા વ્યાપી સર્વે કરવામાં આવે તે સહિતની માંગ કરી છે જે મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે દિવ્યાંગનોને સાથે રાખી કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી અને કોંગ્રેસના ઉપસ્થિત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કલેકટર કચેરી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કોઈજ મુલાત ન લેવાય તે અત્યંત દુઃખ છે આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,રફીક મારા,અરજણ ભુડિયા,રવિન્દ્ર ત્રવાડી, અશરફસૈયદ, ડૉ.સમેશ ગરવા,દીપક ડાંગર, માનસીબેન શાહ સહિતના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યાં હતાં