રાપર તાલુકાના ભીમાસર ખાતે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ ની ઉજવણી કરાઈ

ગુજરાત રાજય દ્વારા ગુજરાત ભરનાં ૪૦ તાલુકાઓ અને ૨૦ નગરપાલીકાઓમાં ગુજરાત પોષણ અભિયાન ની ઉજવણી બે દિવસમાં કરી ને ગુજરાત ને કુપોષણ મુકત ગુજરાત બનાવવા નુ અભિયાન શરુ કર્યુ છે ત્યારે ગુજરાત રાજય મહીલા બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ આંગણવાડીઓ પાલક પીતા દ્વારા કુપોષણ વાળા બાળકો ને દતક લઈને કુપોષણ મુકત બનાવવા નુ અભિયાન શરુ કર્યુ છે કચ્છ જીલ્લા દ્વારા રાપર તાલુકાના ભીમાસર રાજપુત સમાજવાડી ખાતે પોષણ અભિયાન ૨૦૨૦ નો પ્રોગામનું આયોજન કરવામા આવ્યું હતુંજેમા ગુજરાત રાજયનાં નિયામક રાઠોડ તેમજ જીલ્લામાથી જીલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પોલ, ભીમાસર સહકારી મંડળી નાં પ્રમુખ રામજીભાઈ સોલંકી, ભીમાસર વિવાહ સમિતિ,ભીમાસર સરપંચ સંકેતભાઈ રાજપુત, ઉપ સરપંચ, કાન્તીભાઈ રાજપુત, બજાર સમિતિનીના પ્રમુખ કુભાભાઈ રાજપુત, ભીમાસર ના રાજપુત અગ્રણી વજાભાઈ સોઢા, ભીમાસર જીલ્લા પંચાયત સદસય કાનાભાઈ આહીર, ભીમાસર શાળા ના આચાર્ય સુરેશગીરી ગોસ્વામી, પ્રોગામ નોડેલ ઓફિસર જાની તેમજ ગામનાં તમામ રાજકીય આગેવાનો અને મહાનુભવો હાજર રહ્યાં હતા સાથે સાથે ભીમાસર ની આસપાસ ના તમામ સરપંચશ્રીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ ભીમાસર પી.એચ.સી ડૉ.વૂતિકાબેન,ડૉપ્રફુલસિહ, ડૉ.નિરવભાઈ પટેલ તેમજ આરોગ્ય કાર્યકરો તેમજ ફિમેલ હેલ્થ વર્કર બહેનો તેમજ આશા બહેનો અને આગણવાડી વર્કર બહેનો હાજર રહ્યાં હતા ભીમાસર સહકારી મંડળી પ્રમુખ રામજીભાઈ સોલંકી એ પોષણ વિશે ગામ લોકો ને જાગૃત થવા અપિલ કરી હતી તેમજ ડૉ. કન્નર દ્વારા કુપોષણ મુકત ગુજરાત ના અભિયાનને સાર્થક કરવા અને પોષણ વિશે અને સગર્ભા સ્ત્રીઓ માટે પોષણયુકત ખોરાક લેવા વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી તેમજ ગાધીનગર થી ઉપસ્થિત રહેલા નિયામક રાઠોડ એ પોષણ અભિયાન ૨૦૨૦ વિશે વિગતવાર વાત કરી ને તમામ ને માહીતીગાર કર્યા હતા તેમજ તમામ પાલક લોકોનું સાલ ઓઢાડીને સન્માન કરવા મા આવ્યુ હતુ સાથે સાથે તમામ પધારેલા મહેમાનોન3 સાલથી સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ પ્રોગામનું સંચાલન સુરેશગીરી ગોસ્વામીએ કર્યુ હતુ અને આભારવિઘી આંગણવાડી વર્કર બહેનનીએ સાંભળી હતી