નવા અંજારની પરિણિતાને ત્રાસ અપાતા પતિ, નણંદ સામે ફરિયાદ
નવા અંજારની પરિણિતાને ત્રાસ અપાતા પતિ, નણંદ સામે ફરિયાદ અંજાર : નવા અંજારની પરિણિતાને શારીરિક માનસિક ત્રાસ અપાતા તેના પતિ અને નણંદ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પૂજાબેન નિલેશનાથ નાથબાવા (રહે. પ્રજાપતિ છાત્રાલયની બાજુમાં મેઘપર રોડ, નવા અંજાર) એ નોંધાવેલી ફરિયાદ મુજબ આદિપુર મહિલા પોલીસે આપેલી વિગતો મુજબ તેના પતિ નિલેશનાથ દેવનાથ નાથબાવા તેમજ નણંદ સંગીતા ઉર્ફે સુમિત્રા ભાવેશનાથ દ્વારા અવારનવાર ઘરકામ બાબતે મેણાટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે શબબ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.