મુન્દ્રા તાલુકાના બારોઇ ની નિર્મળ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ને રૂપિયા એક લાખ ૮૦ હજારની ચોરી કરીને લઇ ગયા હતા પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતા અને મકાનમાલિક ગામના સફાઈ અભિયાનમાં જોડાયા હતા પાછળથી તસ્કરો રોકડ સાફ કરી ગયા હતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે બામરોલી ગામની નિર્મળ પાર્ક સોસાયટીમાં રહેતા ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી ના પરિવારજનો લગ્ન પ્રસંગે ગયા હતા અને પોતે ઘરને તાળું મારીને ગામમાં ચાલતા સફાઈ અભિયાનમાં જોડાયા હતા તે દરમિયાન રાત્રિના તસ્કરોએ ગોધરા ભોજરાજભા ગઢવી ના મકાન ને નિશાન બનાવીને તાળા તોડી રૂપિયા એક લાખ ૮૦ હજારની રોકડ ચોરી કરીને લઇ ગયા હતા વહેલી પરોઢિયે સફાઈ અભિયાનમાં થી ઘરે પરત ફરેલા ભોજરાજભા ગઢવી ને ચોરીનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો આ અંગે તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે