બજેટમાં સરકારની યોજનામાં ગામડા, ગરીબ, કિશાન ઉત્કર્ષ સાથે નવા ભારત નિર્માણનું કેન્દ્ર બિંદુ : વિનોદ ચાવડા સાંસદશ્રી ક્ચ્છ મોરબી

નવા ભારત નિર્માણ અને દેશના વિકાશને વેગ આપતું બજેટ આજે નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું તેમ જણાવતા કચ્છ સાંસદે જણાવ્યુ હતું કે, આ બજેટથી ગરીબ વર્ગ મજબૂત બનશે દેશના યુવાનો માટે વધુ સારા ભવિષ્યના ઘડતર, મધ્યમ વર્ગને લાભ અને દેશના વિકાસની ગતિ ઝડપી બનશે. કરવેરા પ્રક્રિયા સરળ બનાવવા સાથે ઇન્ફાસ્ટ્રકચર આધુનિકરણ, ઉધોગોમાં મજબૂતી, ઉધોગ સાહસીકોને વધુ પ્રોત્સાહિત કરતાં બજેટ મહિલાઓની સહભાગીતા, કૃષિ ક્ષેત્રે પરીવર્તન – લાભનો રોડ મેપ, ગરીબો, ખેડૂતો દલિતો, વંચિત વર્ગના સશક્તિકરણ માટે સર્વાંગી પગલાં લેવામાં આવ્યા છે. આશા, આકાંક્ષા અને વિશ્વાસની પૂર્તિ કરતું બજેટ છે. ટુરિઝમ, સ્વાસ્થ્ય, રાષ્ટ્રીય સુરક્ષા, ગ્રામ પંચાયતો, નેટ કાર્યક્રમો પોષણ યોજનાઓ, ઓધોગિક હબ, નિર્યાત માટે નિર્વિક યોજના, રેલ્વે ખાલી જગ્યાઓ પર સૌર્ય ઉર્જા યોજના, પર્યટન સ્થળો માટે તેજશ જેવી ટ્રેનો નવા એરપોર્ટ, ૨૭૦૦૦ કિમી રેલ્વે લાઇન ઇલેક્ટ્રીફિકેશન, જળ વિકાસ માર્ગ, કિશાનો માટે કુસુમ યોજના, હવાઈ ઉડાન સેવા, રેલ્વે સેવા, જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત યોજના, નવી શિક્ષા નીતિ, હડપ્પન – સિંધુ યુનિવર્સિટી પીપીપી મોડેલ સ્માર્ટ સિટી કૌશલ વિકાસ, સ્વચ્છ ભારત માટે બજેટમાં માં જોગવાઈ કરી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ (GST) નું આસાન વર્જન, મહિલાઓ માટે ધન લક્ષ્મી યોજના, સ્વચ્છ ભારત મિશન માટે ૧૨,૩૦૦ કરોડ, એક્સ્પ્રેસ હાઇવે, પોલીશ વિશ્વ વિધાલય, ૧૦૦ થી વધુ નવા એરપોર્ટ, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ૧.૭ લાખ કરોડ, એક્સપોર્ટ હબ, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન, પોષણ યોજના ૩૫,૬૦૦ હબ, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન, પોષણ યોજના ૩૫,૬૦૦ કરોડ, સાફ શુધ્ધીકરણ માટે ૪૪૦૦ કરોડ, ગુજરાત ધોળાવીરા પ્રવાસન સ્થળ, દિવ્યાંગો – બુઝર્ગો માટે ૯૫૦૦ કરોડ, બેંકમાં જમા ૫ લાખની રકમ ઉપર ઈન્સ્યોરન્સ કવર, અમદાવાદ માં સમુદ્રી સંગ્રાહલય, ૧ લાખ ગ્રામ પંચાયતોને ફાઈબર કનેક્શન, દરેક ઘરમાં સ્માર્ટ મીટર, ટીબીથી મુક્તિ, દરેક ઘરમાં નલથી જળ માટે ૩.૬૦ હજાર કરોડ નવી શિક્ષા નીતિ અને ઇન્કમટેકક્ષમાં પાંચ લાખ સુધી કર મુક્તિ સાથે કર માળખામાં ઘટાળો સહિત વિવિધ યોજનાઓ માટે પ્રાવધાન કરી વિકાસને ગતિ આ બજેટ દ્વારા પ્રાપ્ત થયેલ છે.