યુવાનીના ઉંબરે થતી નાની મોટી ભૂલો કયારેક મુશ્કેલી સર્જે છે. તેમાંયે આજના મોબાઈલ અને ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફ્રેન્ડશીપ બાદ બ્લેકમેઇલની ધમકીના બનાવો વધી રહ્યા છે. આદિપુરમાં રહેતી સગીર યુવતીને પોતાની સાથે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરનારા યુવક સામે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. ભચાઉના કબરાઉ ગામના જયેશ વેલજી કાંઠેચા નામના યુવાને ચારેક મહિના પહેલા પોતાની સગીર દીકરીને મોબાઈલ ગિફટ આપી ફ્રેન્ડશીપ કેળવી હતી. ત્યારબાદ યુવાન અને સગીરા બંને એકબીજા સાથે નિયમિત ચેટ તેમ જ વાતો કરતા હતા. આ હકીકત તેના પિતા અને પરિવારને ધ્યાને આવ્યા બાદ સગીરા પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. જોકે, કોન્ટેકટ કપાઈ જતાં જયેશે સગીરાનો પીછો કરીને પોતાની સાથે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કર્યું હતું. સગીરાએ ના પાડતા જયેશ વેલજી કાંઠેચાએ બન્ને વચ્ચેની ઓડિયો કલીપ તેમ જ ચેટ વાયરલ કરવાનું કહી બ્લેકમેઇલ દ્વારા સગીરાને ફ્રેન્ડશીપ ચાલુઙ્ગ રાખવા દબાણ કર્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.