ગોકળ ગાયની ગતિએ ચાલતી GST વેબસાઈટ: રિટર્ન ભરવામાં મૂશ્કેલી

જીએસટીની વેબસાઈટ ગોકળગતિએ ચાલતી હોવાથી વાર્ષિક રીર્ટન ભરવામાં વેપારીઓને મુશ્કેલી સર્જાઈ છે. તા.૫મીએ રીર્ટન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વેબસાઈટના ધાંધીયા થકી વેપારીઓને પેનલ્ટી ભરવી પડે તેવી સ્થિતી છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી સત્વરે યોગ્ય પગલા લઈને વેબસાઈટ નિયમીત કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.આ અંગે મળતી માહિતી મુજબ જીએસટીઆર – ૯ અને ૯ સી ઓનલાઈન જમા થઈ રહ્યા નથી. છેલ્લા અઢી વર્ષથી જીએસટીની વેબસાઈટની ચાલતી સમસ્યા હજી સુધી ન ઉકેલાતા વેપારીઓને નુકશાન સહન કરવાનું આવ્યું છે. છેલ્લા બે સપ્તાહથી સાઈટ ધાંધીયા કરી રહી હોવાથી ટેકસ પ્રેક્ટિશનર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો મુશ્કેલીમાં મુકાયા છે.વેપારીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન પત્રકો જમા થઈ રહ્યા ન હોવાથી મુદતમાં વધારો કરાયો હ તો પરંતુ હજુપણ એ જ હાલાકી ઉભી થઈ છે ત્યારે જો રીર્ટન નહી ભરાય તો પેનલ્ટી ભરવાની નોબત આવશે. બુધવારે રીર્ટન ભરવાનો અંતિમ દિન છે ત્યારે વાર્ષિક રીર્ટન ભરવા ધસારો થયો છે બીજીતરફ મંદગતિની વેબસાઈટે વેપારીઓના ધબકારા વધારી દિધા છે.