મનફરા પી.એચ.સી.માં પિયર એજ્યુકેટર ને કીટ નું વિતરણ કરાયું

ભચાઉ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એ.કે સિંગ તેમજ મનફરા મેડિકલ ઓફિસર ડો. શાલિની ટેકચાદાની ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી મનફરા ના તમામ પિયર એજ્યુકેટર ને ટોપી તેમજ ટી-શર્ટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. જે કાર્યક્રમ ની શરૂઆત સુંદર પ્રાર્થના થી કરવા મા આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર ડો. શાલિની  એ તેમને એડોલેશન્ટ હેલ્થ વિશે સમજાવ્યું હતું. જેમાં સમતોલ આહાર , મેન્ટલ હેલ્થ વિશે સમજાવ્યું હતું. તેમજ એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથારે પિયર એજ્યુકેટર ના રોલ અને જવાબદારી વિશે સમજાવ્યું હતું અને જેન્ડર બેઝ વાયોલન્સ વિશે સમજાવ્યું હતું. સારી કામગીરી કરેલ પિયર એજ્યુકેટર ને પ્રમાણપત્ર આપવા મા આવ્યું હતું.  જેમાં કિશન મસૂરિયા, ચોબારી-1, નીતિન ગોસ્વામી, ખારોઇ અને ખલીફા ફરીદા , કડોલ ને પ્રમાણપત્ર આપવા મા આવ્યા હતા.પિયર એજ્યુકેટર દ્વારા નાટક કરવા માં આવ્યું હતું. તેમજ ગેમ રમાડવા માં આવી હતી. અને અંત માં નાસ્તો આપવા માં આવ્યો હતો. જેમાં તમામ પિયર એજ્યુકેટર તેમજ આશા બહેનો એ હાજરી આપી હતી.