ભુજ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે માધાપરમાં રહેતા અતુલ પ્રાણલાલ રૂપિયા 100 ના દરની ડુપ્લીકેટ નોટો બજારમાં વટાવી રહ્યો છે તે પૂર્વ બાતમી મળતા તેમના ઘરે રેડ પાડીને તેના કબજામાંથી 37 ડુપ્લીકેટ નોટો કબજે કરી હતી પોલીસે તેમની પૂછપરછ કરતા તે આ ડુપ્લીકેટ નોટ બેંગ્લોર થી કિશોર પટેલ પાસેથી રૂપિયા ૭૦ હજારની લઈ આવ્યો હતો જેમાંથી and ડુપ્લીકેટ નોટો સ્નેહલ પ્રફુલચંદ્ર ઝવેરી ને 250 નોટ આપી હતી તેમજ ભાવેશ મૂળશંકર ઝાલા ને ૪૧૨ નોટ વટાવવા આપી હતી પોલીસે તે બંનેને પણ પકડી પાડ્યા છે ત્રણેય જણાના કબજામાંથી કુલ 637 નોટ અને જેની 63700 કિંમત થાય છે તે તમામ મુદ્દામાલ સાથે આ ત્રણેય આરોપીઓને પકડી પાડયા હતા તેમની સામે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા સહિતની કલમો તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.