મેઘપરમાં 1.50 લાખના સિમેન્ટ મિક્ષ્ચરની ચોરી
મેઘપરમાં આવેલી એક જમીન પર કામ કરવા સિમેન્ટ બનાવવા માટેના મિક્ષ્ચર મશીન કિંમત રૂા. 1,50,000ની કોઈ શખ્સોએ ચોરી કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી ગાંધીધામના ભારત નગરમાં રહેતા ફરિયાદી ની મેઘપરમાં આવેલી જમીન પર કામ રાખ્યું છે. કામ માટે ત્યાં સિમેન્ટ બનાવવાનું મિક્ષ્ચર રાખવામાં આવ્યું હતું. ફરિયાદી તા. 21/10ના ઘરે ગયા બાદ ત્યાં ચોકીદાર હાજર હતા તે જમવા જતાં પોતાના દીકરાને ત્યાં મૂકી ગયા હતા. દરમ્યાન ત્યાં સફેદ રંગની બોલેરો આવી હતી અને શેઠએ મિક્ષ્ચર મશીન લઈ જવાનું કહ્યું હતું છે. ફોન કરીલ્યો, પણ ચોકીદારના દીકરા પાસે ફોન ન હોવાથી તે પોતાના પિતાને આ અંગે પૂછવા જતાં આ અજાણ્યા શખ્સો રૂા. 1,50,000ના મિક્ષ્ચરની ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવ આસપાસના સી.સી.ટી.વી. કેમેરામાં આવી ગયો હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.