કરાચી જતાં જહાજને કંડલા બંદરે અટકાવાયુ

કંડલા બંદરે પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને કસ્ટમ વિભાગ દ્વારા અટકાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે જો કે સંબંધીત વિભાગ દ્વારા સત્તાવાર વિગતો મળી નથી જ્યારે દિનદયાલ પોર્ટ પ્રશાસન દ્વારા આવા બનાવને નકારી કાઢ્યો હતો.આ અંગેની મળતી વિગતો મુજબ હોંગકોંગથી કંડલા બંદરે આવેલુ જહાજ કરાંચી જવાની તૈયારીઓ કરી રહ્યું હતું ત્યારે જ તેને કસ્ટમ વિભાગ દ્વારા અટકાવી દેવામાં આવ્યુ છે આ શિપમાં આશરે 22 ક્રુ મેમ્બર છે તે ચીનના છે શિપને શા માટે અટકાવવામાં આવ્યું છે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થતી નથી પરંતુ જહાજમાં શંકાસ્પદ સામાન હોવાની ચર્ચા થઇ રહી છે અને તેથી આ જહાજને અટકાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.કસ્ટમ દ્વારા જહાજને રોકવામાં આવ્યું હોવાની વાત બહાર આવી છે તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ રહેલી હોવાની પણ આશંકા વ્યક્ત થઇ રહી છે જે કરાંચી પોર્ટ ઉપર ઉતારવાની હતી પરંતુ તે પહેલાં જ શિપને અટકાવી દેવામાં આવી છે.