હવે રસ્તા પર ખાડા દેખાશે તો અધિકારી દંડાશે

રસ્તા બનાવતી કંપનીઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઉપર સરકાર લગામ કસવા જઈ રહી છે. હવે નબળી ગુણવત્તાના રસ્તા, ખરાબ ડિઝાઈન અવા સમારકામમાં બેદરકારીને કારણે અકસ્માત કે દૂર્ઘટના ઘટી તો અધિકારી, કોન્ટ્રાક્ટર અને કંપનીને તગડો દંડ ફટકારવામાં આવશે. ડિઝાઈનની ખરાબી અને સમારકામમાં ચૂક રહી જવાને કારણે અકસ્માત યો તો પહેલી વખત એક લાખ ‚પિયાનો દંડ ફટકારાશે. નવા નિયમમાં રાષ્ટ્રીય રાજમાર્ગ, રાજ્ય રાજમાર્ગ, જિલ્લાના રસ્તાઓ અને અન્ય રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ-૨૦૨૦ના સેક્શન-૧૯૮ સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. દંડનો આ નિયમ ૧ એપ્રિલી લાગુ પડશે.