લીંબડી નેશનલ હાઈવે ઉપરની અકસ્માતોની અવિરત રહેતી વણથંભી વણઝારમાં સવારે અમદાવાદ થી જુનાગઢ જતી કાર આગળ જતા ટ્રક પાછળ ધુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમાં કારમાં મુસાફર કરી રહેલા ૪ ને ગંભીર ઈજાઓ જતા લીંબડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ – રાજકોટ નેશનલ હાઈવે ઉપરના ૬ માર્ગીય રસ્તાનું કામ છેલ્લા બે વર્ષથી ગોકળ ગતીએ ચાલી રહયુ છે . કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરીટીની ઘોર બેદરકારીના કારણે દિવસે ને દિવસે અકસ્માતોના બનાવોમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે . જેમા તા . ૧૦ ની સવારના ૮ – ૩૦ વાગ્યાના અરસામાં લીંબડી હાઈવેના કટારીયા ગામના બોર્ડ પાસે અમદાવાદ થી જુનાગઢ જતી કાર નંબર જીજે૧૧એસ ૪૯૭૯ આગળ જતા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ઈકબાલ ઉમરભાઈ ચેતનભાઈ બુટાણી વિનુભાઈ ગોપાલભાઈ ભગુભાઈ નંદલાલભાઈને ગંભીર ઈજાઓ થતા તાત્કાલીક લીંબડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા લીબડી સરકારી હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અકસ્માત અંગે લીંબડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે