મુખ્યમંત્રીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટસિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે. તેમજ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે.આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન-ટુરિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ.મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિના સર્વગ્રાહીના વિકાસથી રોજગારી અને આથક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી. કચ્છડો બારે માસ…’ એ પરંપરાગત ઊકિતનો ઉલ્લેખ કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો કે રણોત્સવ અને આ માંડવી ટેન્ટ સિટી – બે બીચ ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું -વાયબ્રન્ટ બનશે. રણ ઉત્સવને સારો પ્રતિસાદ સાંપડતાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયાકિનારે તા. ૧૩ ફેબુ્રઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે પપ ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એસી પ્રિમિયમ, મીની દરબારી, એસી ડિલક્ષ, નોન-એસી ડિલક્ષ ટેન્ટનો આમાં સમાવેશ થાય છે.ગત વર્ષના આંકડા અનુસાર માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે. માંડવી બીચની ગયા વર્ષે ર લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી દેશ-વિદેશના પર્યટકોને આકષત કરી શકે તેવી વિવિધ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ પણ વિકસાવામાં આવી છે.કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરી વિલેજ આર્ટની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન સેન્ટરની મુલાકાત લઇ આર્ટ વિલેજના પ્રદર્શનને નિહાળ્યું હતું.આ ટુરિસ્ટ રીફ્રેશમેન્ટ સેન્ટરમાં કચ્છી હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, વેચાણ તથા આ સ્થળે આવતા પ્રવાસીઓ માટે રીફ્રેશમેન્ટ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં બાળકોના મનોરંજન માટે અલગથી ચિલ્ડ્રનપાર્ક પણ બનાવવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૧૯ દેશોના આટસ્ટોએ ભાગ લીધો છે. તેમના દ્વારા તૈયાર કરાયેલ કલાકૃતિ સંગ્રહિત કરીને આ પ્રતિકૃતિઓનું પ્રદર્શન આ આર્ટ વિલેજમાં યોજવામાં આવેલ છે. જેમાં યુ.કે., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન, ચાઇના, બ્રાઝિલ અને અન્ય દેશોના કલાપ્રેમીઓ સામેલ છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભુજ થી માંડવી ગયેલા કોંગ્રેસી કાર્યકરો તથા સ્થાનિક કાર્યકરો દ્વારા ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કચ્છને ફાળવવામાં આવનાર નર્મદા નીર માટે નાણાની જોગવાઈ ન કરાતા આ અન્યાય સામે સુત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ ઘડાયો હતો. જો કે, વિરોધના સ્થળે કોંગ્રેસીઓ પહોંચે તે પહેલા જ જમવા બેસેલા તમામ કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી. જેના પગલે કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે પોલીસ વિરુધ્ધ પર નારેબાજી કરી હતી. પોલીસવાનમાં ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતીના નારા લગાવ્યા હતા.