Skip to content
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ 9/એ-ઈ ખોડીયાર ચકી વાળી ગલી ભારતનગરમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા ગીરીશ બળદેવભાઇ પરમાર,શૈલેન્દ્રસિંગ મહેશસિંગ ચૌહાણ, તાજમહમદ લાલમહમદ શેખ, મનિષ રમેશભાઈ ઠાકોર, નજરમહમદ પવારીમહમદ શેખ, ઇલીયાસ પીરમહમદ રાયની, ઇર્શાદ સમીમ મહમદ રાયની, અકિલ શકીલ શેખ, આદિત્ય શાંતીલાલ ઠક્કર, ઇસ્તિયાક સમીમખાન રાયની, ફિરોજ જલાઉદ્દીન શૈકી, મનીષ બાબુલાલ પરમાર ને રોકડા રૂપિયા 29340, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૭૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા તમામની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.