જાણવા મળતી વિગતો મુજબ સોમવારે બપોરે ૧ર.૩૦ વાગ્યાના અરસામાં લક્ષ વાડીની બાજુમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટેર્સમાં મજુરી કામે મજુરો આવ્યા હતા, ચાઈનીઝ બનાવવાનો ઓર્ડર હતો તે દરમિયાન ગેસનો બાટલો ફાટતા કેટર્સમાં કામ કરતા આનંદ તોમર (ઉ.વ.રર), પરેશ બામોલીયા (ઉ.વ.૧૬), દારૃખાન (ઉ.વ.રર), રવી બામોલીયા (ઉ.વ.રપ), લતીફ મદારી (ઉ.વ.ર૦)ની જ્વાળામાં લપેટાતા તેઓને દાઝિ ગયેલી અવસ્થામાં પ્રથમ આદિપુર તેમજ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઘટના બનવા પામી હતી ત્યારે એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવના પગલે આદિપુર સ્થળ પર પહોંચી ગઈ હતી. આ બનાવમાં બે વ્યક્તિઓને હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.