બોટાદના રોહિશાળા ગામેથી ૧૦ શકૂનીઓને કુલ રૂા.૧૦૧૬૮૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

? ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ પ્રોહી/જૂગાર ની બદી નેસ્ત નાબુદ કરવા આપેલી સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.બી. કરમટીયા , પો.સબ. ઇન્સ એલ.એન.વાઢીયા અ.હેડ.કોન્સ ભગીરથસિંહ લીંબોલા, પો.કો. ભાવેશભાઇ શાહ, પો.કો તગ્દિરસિંહ પરમાર, પો.કો. રવિરાજસિંહ ડોડીયા, પો.કો રાજેશભાઈ ધરજીયા, પો.કો કુલદિપસિંહ વાઘેલા, પો.કો મહેશભાઈ જમોડ નાઓએ ચોક્કસ બાતમીના આધારે રોહીશાળા ગામે કેનાલ પાસે રેઇડ કરી કુલ-૧૦ જુગારીઓ જેમાં (૧) વિજયભાઈ બાબુભાઈ મિઠાપરા રહે-ગામ -રોહિશાળા તા.જી.બોટાદ (૨) દલસુખભાઈ અમરશીભાઈ સાથળીયા રહે-ગામ -રોહિશાળા તા.જી.બોટાદ (૩) ભરતભાઈ રાહુલભાઈ જાદવ રહે- ગામ-રોહિશાળા તા.જી.બોટાદ (૪) ગણપતભાઈ કવાભાઈ સોલંકી ગામ-જલાલપુર તા.વલ્લભીપુર જી.ભાવનગર (૫) ભરતભાઈ વાલજીભાઈ ડાભી ગામ-જલાલપુર તા.વલ્લભીપુર જી.ભાવનગર (૬) રણછોડભાઈ ઉર્ફે શીકાભાઈ લાલજીભાઈ ગોહિલ રહે-ગામ-રોહિશાળા તા.જી. બોટાદ (૭) ગોરધનભાઈ ભવાનભાઈ કેવડીયા રહે- ગામ- રોહિશાળા તા.જી. બોટાદ (૮) જીતુભાઈ વલ્લભભાઈ ચાવડા રહે-ગામ-રોહિશાળા તા.જી.બોટાદ (૯) વિરજીભાઈ અરમશીભાઈ સાથળીયારહે-ગામ-રોહિશાળા તા.જી.બોટાદ (૧૦) નટવરભાઈ ઉર્ફે પંચો ઠાકરશીભાઈ ગોહિલ રહે-ગામ- રોહિશાળા તા.જી.બોટાદ વાળાઓને રોકડા રૂા.૩૫૬૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૧૧,૦૦૦/- તથા મો.સા નંગ-૩ કિ.રૂા.૫૫,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂા.૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૧,૦૧,૬૮૦/- સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.