જૂની ચીરઈમાં કાર હડફેટે સાડા ચાર વર્ષના બાળકનું મૃત્યુ

 ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂની ચીરઈ ના ટ્રાન્સપોર્ટ નગર માં રહેતા વિષ્ણુભાઈ રાવતાજી ગાદલીયા ના ચાર વર્ષ અને 6 માસ ના પુત્ર પાર્થ રમતો હતો ત્યારે કાર નંબર જીજે 12 ડી એસ 91 15નો ચાલક એ કાર બેદરકારીથી ચલાવીને હડફેટે લેતા ગંભીર હાલતમાં પાર્થ મૃત્યુ નીપજયું હતું આ અંગે ભોગ બનનારના કાકા વરધાજી રવતાજી ગાદલીયા એ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.