ભુજ શહેરમાં કલેકટરના નિવાસ સ્થાન પાસે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના એક જ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો ધરાવતાં દ્વીધામેશ્વર મહાદેવ મંદિરે જીર્ણોદ્ધાર સાથે અન્ય મૂર્તિઓનું પૂન્હ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાશે.

ભુજ શહેરમાં કલેકટરના નિવાસ સ્થાન પાસે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના એક જ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો ધરાવતાં દ્વીધામેશ્વર મહાદેવ મંદિરે જીર્ણોદ્ધાર સાથે અન્ય મૂર્તિઓનું પૂન્હ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ મંદિર રજવાડાંઓના સમયમાં કચ્છના રાજા રા બાવા ના કુંવર ખેંગારજીના સમયમાં તેમનાં ખજાનચી લક્ષ્મીદાસ કામદાર ના વખતમાં બનાવેલ છે આ સ્થળે આ રાજાની ગાયો ચરવા આવતી અને તેમના આચંણમાંથી દૂધની શેળ થતી જ્યારે ગોવાળે આ બાબતે ખણખોદ આદરી ત્યારે સત્ય બહાર આવ્યું અને લક્ષ્મીદાસ કામદારે ત્યાં ખોદાઈ કરાવતાં એક સ્વયંભૂ શિવાલય નીકળ્યું ત્યારે એજ રાત્રે તેમને ઘેરી નિંદ્રામાં અવાજ સાંભળ્યો ત્રણ ફૂટના અંતરે હજુ આવું જ બીજું સ્વયંભૂ શિવાલય છે એટલે બીજા દિવસે ત્યાં ખોદકામ શરૂ કર્યું તો બીજું શિવાલય નીકળ્યું અને એક નાનકડું મંદિર બનાવ્યું ત્યારબાદ સમયાતંરે ફરી આ મંદિરનું નવનિર્માણ હાથ ધરવામાં આવ્યું અને આજે આ પાંચમી વખત નવનિર્માણ હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં એ ખાસ જણાવવાનું કે સ્વામી વિવેકાનંદ ભારતભૂમિમાં સનાતન ધર્મના પ્રચાર અર્થે કચ્છ આવેલા ત્યારે આ મંદિરમાં ઉતારો આપવામાં આવેલ અને એક રાતવાસો કરી ચૂક્યા છે અને શિવપૂજા પણ કરી ચૂક્યા છે જે રૂમમાં રાતવાસો કર્યો હતો તે રૂમ આજે પણ મોજૂદ છે પણ તે આજે નવનિર્માણ મુજબ આધુનિકત્તમ ટચમાં છે નાગા બાવાઓની પણ સમાધીઓ આવેલી છે અત્યારે સંસારી દશનામ ગોસ્વામી સમાજના રેવાગર દયાલગર ગુંસાઈની ત્રીજી પેઢી હરેશગર માયાગર ગુંસાઈ મંદિરની સેવા પૂજા કરી રહ્યા છે અને ત્યાં જ તેમના પરિવાર સહિત રહે છે. 

 જ્યારે પાંચમી વખત નવનિર્માણ પામેલ આ દ્વીધામેશ્વર મહાદેવ મંદિરે જીર્ણોદ્ધાર સાથે અન્ય મૂર્તિઓનું પૂન્હ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનારા છે. તેનું માઁ આશાપુરા ન્યુઝ ચેનલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ કવરેજ પ્રસારણ બતાવવામાં આવશે