માંડવીના રહેણાક મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 6.30 લાખની ઉઠાંતરી થતાં ફોજદારી

copy image

copy image

માંડવીમાંથી રહેણાક મકાનમાંથી 6.30 લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હુશેન શૈફુદ્દીન આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પરત ઘરે આવેલ હતા અને બાદ સાંજના સમયે પરિવારના સભ્યો નમાજ પઢવા ગયેલ હતા અને પાછળથી ચોર ઈશમોએ ખાતર પાડ્યું હતું. ફરિયાદીના માતાએ પરત આવીને તપાસ કરતાં કબાટનો લોક તૂટેલી હાલતમાં જોવા મળી આવેલ હતો. વધુ તપાસ કરતાં અહીથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 6,30,000ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.