ગાંધીધામમાં 1 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

એસ.ઓ.જી.ના સત્તાવાર સૂત્રોએ તો આપતા જણાવ્યું હતું કે ભારત નગર પાસે આવેલા સોનલ નગરમાં એક સખ્સ ગાંજો વેચતા હોવાની બાતમી મળી હતી જેના પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભારત નગર પાસે આવેલા સોનલ નગર ના મકાન નંબર 24 માં રેડ પાડીને રૂપિયા 7566 ની કિંમતના 1.261 કિલોગ્રામ ગાંજા સાથે આરોપી રોનક પ્રવીણ ઠક્કર ઉંમર વર્ષ 32 ને ઝડપી પાડયો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગાંજાનો જથ્થો તેમજ 4 મોબાઇલ રોકડા રૂપિયા ૧૫૦ વજન કાંટો સહિત કુલ રૂપિયા 14416 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સામે એનડીપીએસ હેઠળ ગુનો આગળની કાર્યવાહી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવી હતી.