રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સલારી નાકા વાડીવાળો વાસમાં રહેતા મલાભાઇ રવાભાઈ વાવીયા ઉંમર વર્ષ 72 એ આરોપી નારાયણ ભગવાન વાવિયા ના પિતા સાથે સંયુક્ત મિલકત લીધી હતી અને સલારી નાકા સ્થિત આ સંયુક્ત માલિકીનો પ્લોટ માં આરોપી નારાયણ ભવાન વાવીયા અને હમીરજી સોઢા એ દીવાલ બનાવવાનું શરૂ કર્યું હતું માલાભાઈ વાવીયા એ અને દીવાલ બનાવવાની ના પાડતા આરોપી નારાયણ ભગવાને આ મિલકત વેચી નાખે છે તેવું કહીને બંને આરોપીઓએ માલાભાઈ વાવીયા ઉપર ધોકાથી હુમલો કરી માર માર્યો હતો અને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.