સ્ટીલ કાસ્ટ કંપનીની સામે આવેલ મફતનગરમા મોહીત પ્રોવિઝન સ્ટોરની સામેના ખાંચામા જાહેર જગ્યામાં જુગાર રમતા દસ શકુનીઓ ને મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે સ્ટીલ કાસ્ટ કંપનીની સામે આવેલ મફતનગરમા મોહીત પ્રોવિઝન સ્ટોરની સામેના ખાંચામા જાહેર જગ્યામાં રોડની સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૧૦ ઇસમો ઇસમો જાહેરમાં પૈસા-પાના વતીતીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા (૧) જયેશભાઇ જગદીશભાઇ સોડીયા/કોળી ઉવ.૩૨ રહે.રૂવાપરી રોડ ટેકરી ચોક એસ.બી.આઇ બેન્કની બાજુમા ભાવનગર (૨) ગોપાલભાઇ ઉર્ફે ડોંગલ જીતેન્દ્રભાઇ રાઠોડ/કોળી ઉવ.૨૬ રહે.પ્રભુદાસ તળાવ ફાયર બ્રિગેડની પાછળ બગીચામા મફતનગર ભાવનગર (૩) ભાવેશભાઇ ઉર્ફે કાળો રવજીભાઇ મકવાણા/ કોળી ઉવ.૨૮ રહે.કરચલીયા પરા વોરાના કબ્રસ્તાન પાસે ધારશી વાળો ખાંચો ભાવનગર (૪) ભરતભાઇ ઉર્ફે ભુરો ખુશાલભાઇ વાજા/વાણંદ ઉવ.૪૫ રહે.કરચલીયા પરા રાણીકા પોલીસ ગેટ પાસે મોમાઇ કૃપા બિલ્ડીંગ ભાવનગર (૫) ઇમરાનભાઇ ઇસમાઇલભાઇ કુરેશી/મુસ્લીમ ઉવ.૨૨ રહે.ફુલસર ૨૫ વારીયા હેમભાઇની ઓફીસની પાસે ભાવનગર (૬) એજાઝભાઇ અયુબભાઇ પઠાણ/મુસ્લીમ ઉવ.૨૧ રહે.વડવા પાદર દેવકી તલાવડી સડક હનુમાનજીના મંદીર પાસે ભાવનગર (૭) વિજયભાઇ ઉર્ફે ટીનો જેન્તીભાઇ મકવાણા/કોળી ઉવ.૩૪ રહે.રૂવાપરી રોડ બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટી પ્લોટ નં-૨૩ ભાવનગર (૮) વિપુલભાઇ ધનજીભાઇ વાઘેલા/ધોબી ઉવ.૪૨ રહે.ઘોઘા જકાતનાકા ફાતીમા કોનવેન્ટ સ્કુલની સામે ભાવનગર (૯) સાગરભાઇ ઉર્ફે બીડી કીશોરભાઇ રાઠોડ/કોળી ઉવ.૨૩ રહે.રૂવાપરી રોડ ટેકરી ચોક ભારત રોલીંગમીલની પાછળ મફતનગર ભાવનગર (૧૦) અજયભાઇ દિનેશભાઇ વાધેલા/કોળી ઉવ.૨૨ રહે.કરચલીયાપરા ચીમન લાલનો ચોક ખોડીયાર માતાની દેરી પાસે ભાવનગર વાળાઓને ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૫૧,૩૩૦/- તથા મોબાઇલ નંગ-૧૦ કિ.રૂ.૧૬,૫૦૦/- તથા પાથરણુ કિ.રૂ.૦૦/૦૦/- મળી કુલ કિ.રૂ.૬૭,૮૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.