પૂર્વ કચ્છ એલસીબીએ વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચી સીમ જુમા પીર ફાટક પાસે ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પાસે આવેલ અંબિકા ઓટોમોબાઇલ્સ ના કર્મચારી ને આંખમાં મરચાની ભૂકી નાખી ને રોકડા રૂપિયા ૧૬ લાખની લૂંટ કરવામાં આવી હતી.આ બનાવ વર્ષ 2018માં બન્યો હતો તત્કાલીન સમયે અંજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી ખાસ્સો લાંબો સમય વીતી જવા છતાં આરોપીઓ હાથમાં આવતા નહોતા દરમિયાન પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે આરોપી હર્ષ દશરથ ઠક્કર રહે સુભાષનગર દિપક રમેશ ઠક્કર રહે પ્રજાપતિ સોસાયટી ભારત નગર ગાંધીધામ ચંદ્રેશ ઉર્ફે કાંચો વિનોદ ભાટીયા રહે મેઘપર બોરીચી અને કરણ વિનોદ ભાટીયા રહે મેઘપર બોરીચી ને પકડીને પૂછપરછ કરતા તેમણે 2018 માં થયેલી આ તો લાખની લૂંટના ગુના ની કબૂલાત કરી ને મિત્રો સાથે મળી આ બનાવને અંજામ આપ્યો હોવાનું પોલીસને કહ્યું હતું જેના પગલે આ લૂંટમાં વધુ ચાર આરોપીઓના નામ ખુલ્યા છે જેમાં હરેશ અશોક મકવાણા રહે મેઘપર બોરીચી અંજાર મહેન્દ્ર ઉર્ફે મેંદુ ભચુ ગોહિલ રહે કારગો ઝૂંપડા ગાંધીધામ વિનોદ ઉર્ફે વીર વાઘેલા રહે કિડાણા અને સાગર નાઈ રહે અંજાર આચાર ના નામ ખુલતા હવે તેને પકડવા માટે તજવીજ શરૂ કરાઇ છે એલસીબીએ આરોપીઓને પકડવાની સાથે તેના કબજામાંથી લૂંટમાં વપરાયેલી બાઈક કબજે કરી હતી