બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ. ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા જરૂરી સુચના આપતા જીલ્લાની અંદર પોલીસ ની એક સ્પેશીયલ રાત્રી ડેકોઇ ટીમની રચના કરવામાં આવેલ હતી જે ટીમ ચોરી કરતા ઇશમો ઉપર સતત વોચમાં હતી તે દરમ્યાન આજ રોજ મળેલ બાતમી હકીકત આધારે આજથી આઠેક માસ અગાઉ ગાંધીધામ બીગ બજાર ની સામે બંધ મકાનમાં ચોરી થયેલ તે ચોરી કરનાર આરોપી ને જુની સુંદરપુરી બસ સ્ટેશન પાસે થી પકડી પાડેલ અને તેની પુછપરછ માં તેણે અન્ય સહ આરોપીઓ સાથે મળી ગુનો કર્યાની કબુલાત આપેલ અને સહ આરોપી દિનેશ લાખા જોગી રહે.સુંદરપુરી વાળાના ઘરે આ ચોરીનો મુદામાલ રાખેલ હોવાનુ જણાવતા તેના ઘરેથી આ કામે ચોરીમાં ગયેલ નિચે જણાવેલ વિગતેનો મુદામાલ સી.આર.પી.સી.૧૦૨ તળે કબ્જે કરી પકડાયેલ આરોપીને અટક કરી વધુ તપાસ અર્થે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. શોધાયેલ ગુનો :- ગાંધીધામ એ ડોવીઝન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.ન. ૮૩/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૪૫૪.૪૫૭.૩૮૦ પકડાયેલ આરોપીનુ નામ :-ખીમાભાઇ ઉર્ફે ખીમો ખોડાભાઇ કોલી ઉ.વ.૩૦ રહે. નવી સુંદરપુરી.ગાંધીધામ ગુના કામે અન્ય સંડોવાયેલ આરોપી :- (૧) દિનેશભાઈ લાખાભાઈ જોગી રહે. નવી સુંદરપુરીગાંધીધામ (આરોપી છ મહીના પહેલા રોડ અકસ્માતમાં મરણ ગયેલ છે.) (ર) રાહુલ લક્ષ્મણ કોલી રહે- નવી સુંદરપુરી , ગાંધીધામ મુદ્દામાલ (૧) સોની કંપનીનુ ૪૯ ઇંચ નુ એલ.ઇ.ડી ટીવી નંગ-૧ કિ.રૂ.૩૦.૦૦૦/- (ર) સોની કંપનીના હોમ થીયેટર ના સ્પીકર નંગ-૩ કિ.રૂ.૧૦.૦૦૦/- (૩) ઇન્ટેકસ કંપનીનુ એસેમ્બલ કરેલ સી.પી.યુ. નંગ-૧ કિ.રૂ.૫.૦૦૦/-એમ કુલ મુદામાલ કિ.રૂ.૪૫.૦૦૦/- આ કામગીરીમા ડી.વી.રાણા પોલીસ ઇન્સપેકટર તથા એમ.એસ.રાણા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. તથા પોલીસ હેડકોટર્સ ના પોકોન્સ. ભાવીનભાઇ બાબરીયા તથા જનકભાઇ લકુમ તથા બાલુભાઇ ગરેજા તથા એલ.સી.બી સ્ટાફ જોડાયેલ હતા.