કચ્છ જીલ્લામાં થતી ખાણ ખનીજ ચોરી અટકાવવા બાબતે ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકતના આધારે શેરડી ગામની સીમમાં રેડ કરતા હિટાચી મશીન મારફતે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનન કરી ખનીજની રોયલ્ટી ચોરીનુ કૌભાંડ ઝડપી પાડયું હતું.આ બનાવની મળતી વિગતો મુજબ એલસીબીની ટીમે બાતમીના આધારે તપાસ કરતા એક હિટાચી મશીન, બે ડમ્પર બેન્ટોનાઇટ ભરેલા મળી આવ્યું હતું ટાટા કંપનીનું હિટાચી મશીન જેના ચાલક જગદીશ દેવા સંઘાર, ઉ.વ ૨૫ રહે.વાંઢ, તા.માંડવી વાળાના કન્નાનું હિટાચી ડમ્પર નં GJ-12-AW-0172 જેના ચાલક પ્રભુ કરશન સંધાર, ઉં.વ ૨૭, રહે.ગામ વાંઢ, જેમાં ૨ ટન બેન્ટોનાઇટ ભરેલ હૉય જેની એક ટનની કિ.રૂ.૧૫૦/- લેખે ગણી ડમ્પર નં GJ-12-Aw-7272 જેના ચાલક પ્રભુ કરશન સંધાર, ઉં. વ. ૨૭, રહે.ગામ વાંઢ, ઉપરોકત મુજબના વાહન ચાલકો એ બેન્ટોનાઇટ ખનન કરવા બાબતે કોઇ રોયલ્ટી, પાસપરમીટ કે અન્ય કોઇ આધાર પુરાવા ન મળી આવતા તમામ મુદામાલ સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ મુજે કરી ઉપરોકત ત્રણેય ઇસમોને સી.આર પી.સી એક્ટ હેઠળ ગુનો નોંધી અટક કરવામા આવ્યા હતા.