ભુજમાં ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે પિતા-પુત્ર ઝડપાયા

પશ્ચિમ પોલીસે કચ્છમાં વેચાતા કેફી પદાર્થની ફરિયાદો બાદ કરેલી કાર્યવાહીમાં અંદાજે ૧૧ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે પિતા-પુત્રને ઝડપી પાડયા હતા.આ બનાવની મળતી વિગતો મુજબ ભુજના ભીડનાકા બહાર ગીતા માર્કેટ વિસ્તારમાં અભાડો અબ્દુલ મોહમ્મદ સુમરા ના ઘરમાં ભુજ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ કરતા તેના કબજામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ અંગે કાર્યવાહી આદરી હતી.આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ રેડ દરમિયાન આરોપી પાસેથી મળી આવેલા ગાંજાના જથ્થા બાદ આરોપી અભાડો સુમરા અને તેનો પુત્રની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી ૧૧ કિલો 700 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.આ ઉપરાંત રેડ દરમિયાન આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની રોકડ રકમ પણ મળી આવતા પોલીસે વધુ સઘન કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી મંગાવતા હતા અને કચ્છમાં કયા કયા તેનું નેટવર્ક છે તે દિશામાં પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર પ્રકરણને અત્યંત સતર્કતા પૂર્વક પોલીસ દ્વારા કાર્યવાહી કરી કડીઓ મેળવાઈ રહી છે કચ્છમાં ફેલાયેલા કેફી પદાર્થના નેટવર્કનો પર્દાફાશ કરવા પોલીસ સક્રીય રીતે કામગીરી કરે તેવી પણ માંગ ઉઠી રહી છે.