ભુજ નગરપાલિકાના નિવૃત કર્મચારી દર્શક અંતાણીને તેમની નોકરીના કાર્યકાળ દરમ્યાન મોંદ્યવારી ભથ્થા અને એરિયર્સનું ચુકવણું કરાયું હતું. પણ, ફરી પાલિકાએ આ રકમને ભૂલથી અપાયેલી જણાવીને વસુલાત કરવાનું ચાલુ કરતા કર્મચારી દર્શક અંતાણીએ ચાલુ નોકરીના પગારમાંથી આ રકમ વસૂલવા સામે હાઇકોર્ટમાં સ્ટે મેળવ્યો હતો. પણ, હાલમાં જ દર્શકભાઈ નિવૃત થતાં ભુજ પાલિકાએ મોંદ્યવારી ભથ્થાની ચૂકવાયેલ જૂની રકમ તેમની નિવૃત્ત્।ની રકમ માંથી વાળતાં દર્શકભાઈએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જે અંતર્ગત હાઇકોર્ટે દ્વારા આ રકમ નહીં કાપવાનો આદેશ કરીને કર્મચારીની તરફેણમાં ચુકાદો આપી ભુજ પાલિકાને ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.