સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નારાજગી વ્યકત કરી ભુજમાં ઉશ્કેરણીભર્યા સુત્રોચ્ચાર કરનાર ભીમ આર્મીના કાર્યકરોની ધરપકડ

ઉત્તર ભારતમાં ભીમ આર્મીએ આપેલા એલાનને પગલે ભુજમાં પણ બંધનું એલાન આપીને ઉશ્કેરણીભર્યા સુત્રોચ્ચાર સાથે બંધ કરાવવા નીકળેલા ભીમ આર્મીના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીઓમાં અનામત રાખવા માટે હસ્તક્ષેપ કરવાના કરેલા ઇનકાર સામે ભીમ આર્મી દ્વારા ભારત બંધનું એલાન આપીને વિરોધ દર્શાવાયો હતો. તેને પગલે ગઈકાલે રવિવારે ભુજમાં ભીમ આર્મી દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ હારારોપણ કરીને ત્યાં વિરોધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અકીલા જે અંતર્ગત બંધ કરાવતા પૂર્વે ઉશ્કેરણીભર્યા સુત્રોચ્ચાર કરનારા ભીમ આર્મીના કાર્યકરોને પોલીસે અટકાવતાં થોડી ઝપાઝપી થઈ હતી. અંતે પોલીસે ૨૯ કાર્યકરોની અટક કરી હતી. તમામ સામે રાયોટીંગનો ગુનો દાખલ કરાયો હતો. સવારે ધરપકડ કરાયા બાદ સાંજે તમામને જામીન ઉપર છોડી મુકાયા હતા. ભીમ આર્મીના કચ્છના પ્રમુખ લખન ધુઆ, સાગર માતંગ, આરીફ લુહાર સહિતના કાર્યકરો વિરોધમાં જોડાયા હતા.