મેઘપર બોરીચીમાં પત્નીએ ભાઈઓ સાથે મળી પતિ અને સસરાને ધમકી આપી

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચી ના શ્રીજી નગર સોસાયટીના મકાન નંબર 70 રહેતા પ્રમોદભાઈ કિશનચંદ ભાટીયા ઉંમર વર્ષ 31 ને તેની પત્ની જાનવી પ્રમોદ ભાટીયા સાથે અનબન હોય પત્ની નાની નાની વાતોમાં કંકાસ કરતી હોય પત્ની તેના માવતરે ચાલી ગઈ છે દરમિયાન પત્ની જાનવી પ્રમોદ ભાટીયા રાજેશ શ્યામલાલ ભાટીયા અને ગિરીશ કિશનચંદ ભાટીયા એ ઘરે આવીને પ્રમોદભાઈ પાટીયા અને તેમના પિતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.