કચ્છના અંજારના જીઆઇડીસી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાની સાથે મિત્રતા રાખનાર યુવાન વિરુદ્ધ બળજબરીની ફરિયાદ કરી છે. ફિરોજ અબ્દુલ શેખ નામના યુવાને તેને બહાર ફરવા લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ સ્પર્શ કરી શારીરિક સબંધ બાંધ્યા બાદ જાતિ અપમાનિત કરી ધમકી આપી હતી. તો બીજો બનાવ અંજારના દૂધઇ ગામે અકિલા બન્યો હતો. કાચા રસ્તે પોતાના કામે જઇ રહેલ ૩૦ વર્ષીય પરિણીતાને શામજી હાસમ કોળી નામના ઇસમે એકલી જોઈને રોકી હતી તેમ જ છેડતી કરી અજુગતી માંગણી કરી હતી. જે અંગે પરિણીતાએ વિરોધ કરતાં આરોપીએ તેણીને માર અકીલા મારી જાતિ અપમાનિત કરી હતી. પોલીસે બન્ને કિસ્સામાં એટ્રોસીટી સહિત ની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.