નખત્રાણામાં જવેલર્સ પેઢી પર આયકર વિભાગનો સર્વે

આયકર વિભાગ દ્વારા બપોરના અરસામાં નખત્રાણાની મુખ્ય બજારમાં આવેલ ગુરુદેવ કૃપા જ્વેલર્સ સોની મોહનલાલ પ્રાગજી અને હિંમતલાલ સોની સહીતની પેઢીઓ પર પહોંચી સરવે કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી આ કાર્યવાહી માટે આવકવેરા વિભાગના અધિકારીઓ કર્મચારીઓની જુદી-જુદી ટીમો દ્વારા આ ત્રણેય પેઢી પર દસ્તાવેજની ચકાસણી બિલ નું વેરિફિકેશન સ્ટોક સહિતની વિવિધ કાર્યવાહી અને તપાસ આરંભી હતી જોકે મોડી રાત સુધી તપાસ ચાલુ રહી છે.આ અંગે કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ પાસેથી સત્તાવાર કોઈ વિગતો મળી શકી નથી પરંતુ મોટી બેનામી સંપત્તિ બહાર આવે તેમ મનાઈ રહ્યું છે.