મોરબીમાં અકસ્માતમાં દાઝી ગયેલી પરણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબી વાકાનેર હાઇવે પર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતી પરણીતા કામ કરતી વેળાએ ગરમ પાણીમાં પડી જતા દાઝી ગઈ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની મળતી વિગત મુજબ મોરબી વાકાનેર હાઇવે પર આવેલી ડેલ્ટા સીરામીકમાં કામ કરતી પરિણીતા કાલીબેન કલુભાઇ ઠાકુર (ઉ.૨૧) ગત તારીખ ૯ ના રોજ કારખાનામાં કામ કરી રહી અકિલા હતી ત્યારે અકસ્માતે ગરમ પાણીમાં પડી જતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું