નખત્રાણામાં જ્વેલર્સ પેઢીઓ ઉપર ઇન્કમટેકસનું સર્ચ ઓપરેશન

129195l

નખત્રાણામાં એક સાથે ચારઙ્ગ જવેલર્સના શો રૂમ ઉપર હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનને પગલે વ્યાપારીઓમાં ફફડાટ મચી ગયો છે. ગઈકાલ સાંજથી ૨૦ જેટલા ઇન્કમટેકસ અધિકારીઓ કર્મચારીઓનો કાફલો ગુરૂકૃપા જવેલર્સ, હિંમતલાલ બેચરલાલ સોની, પાંજી ધોકાન અને અન્ય એક જવેલર્સ પેઢી ઉપર ત્રાટકયો હતો.આખી રાત આ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. મોટી રકમના ડિસ્કલોઝર થાય એવું જાણકાર વર્તુળો કહી રહ્યા છે.