કંડલામાં પાણીમાં ડૂબી જતા મહિલાનું મૃત્યુ

કંડલા પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે સર્વ ઝુંપડામાં રહેતા સુમિત્રાબેન ઘનશ્યામભાઈ ટીંગારા  શોચપ્રક્રિયા માટે ગયા હતા ત્યારે અકસ્માત પાણીના ખાડામાં પડી જતાં ગંભીર હાલતમાં તેણીનું મૃત્યુ નીપજયું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં પોલીસે જણાવ્યું હતું કે આહિર સોલ્ટ માં કામ કરતા રાજુભાઈ લુસિયા મુધુ ઉમર વર્ષ 37 પોર્ટ કોલોની નવા કેટલા કામ કરતા ત્યારે પડી જતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.