મુન્દ્રા શહેરના પ્રવેશદ્વાર પાસે શકિતનગર પાપડી ઉપર ડમ્પર ચાલકે બાઇકને ઓવરટેક કરતા લાગેલી ટકકરમાં બાઇક ફંગોળાઈને રોડ ઉપર પડી હતી. જેને કારણે થયેલ ઇજાથી અજીમ શેખ (સુખપર, મુન્દ્રા) નું મોત નીપજયું હતું. હતભાગી યુવાન બાઇકની પાછળ બેઠો હતો. બીજા બનાવમાં ભુજ નજીક રુદ્રમાતા પુલ પાસે બે બાઇકો સામસામે અકિલા અથડાતાં રાણા ગાંગા ભદરૂન (ઉ. ૩૨, સુદામાપુરી, ભુજ) નું મોત નીપજયું હતું. બન્ને બનાવમાં ચાર યુવાનો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.