પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબની સુચના અને માર્ગદર્શનથી એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા અગાઉ પશ્ચિમ કચ્છના પધ્ધર પો.સ્ટે. તેમજ પુર્વ કચ્છના સામખીયારી પો.સ્ટે. શરીર સબંધી ગુન્હામાં પકડાયેલ આરોપી (૧)દેવરાજ ઉર્ફે દેવજી ભચાભાઇ ચાવડા, ઉ.વ.૨૮ તેમજ (ર) રામજી ગોવિંદ ચાવડા, ઉ.વ.૩૦, રહે. બંન્ને કાળી તલાવડી, તા.ભુજ-કચ્છ વાળાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સાહેબ શ્રી કચ્છ-ભુજ નાઓને મોકલાવમાં આવતા કલેક્ટર સાહેબશ્રી તરફથી આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇશ્યુ કરેલ હોય. જે અન્વયે આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા સાહેબ તેમજ પો.સબ ઇન્સ. એ.જે.રાણાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા પાસા વોરંટ આધારે તપાસ કરતા પાસા વોરંટ જે ઇસમો વિરૃધ્ધ ઇસ્યુ થયેલ તે મળી આવતા પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોંડલીયાનાઓએ પાસા હેઠળના વોરંટની બજવણી કરી અટકાયત આધારે આરોપી નં.(૧)દેવરાજ ઉર્ફે દેવજી ભચાભાઇ ચાવડા, ઉ.વ.ર૮, વાળાને સુરત (લાજપોર) જેલ ખાતે તથા નં.(ર)રામજી ગોવિંદ ચાવડા, ઉ.વ.૩૦ વાળાને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા તજવીજ કરેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.આર.ગોંડલીયાસાહેબ તથા પો.સબ ઇન્સ. એસ.જે.રાણા, તથા એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ યાદવ, તથા પો.હેડ કોન્સ. કૃષ્ણદેવસિંહ ગોહિલ, તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ રાવલ, તથા પો.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજાનાઓ જોડાયેલ હતા.