વાહનમાં રૂપિયા કે અન્ય જોખમ રાખીને વાહન છોડી અન્યત્ર જતાં વાહનચાલકોએ સાવધાની રાખવાની જરૂરત હોય છે. પણ, મોટેભાગે વાંધો નહીં હમણાં જ આવી જઈશું એવી સાથેની બેદરકારી ભારે પડી શકે છે. અંજારના ધમધમતા એવા ટાઉનહોલ વિસ્તારમાં સમી સાંજે બે લાખની રોકડ સાથે એકિટવાની થયેલી ઉઠાંતરી એ ચકચાર સર્જી છે. પોતાના મિત્રને ૧૦ મિનિટ માટે મળવા ગયેલા વ્યાપારી કેની સુરેશભાઈ ભણસારી (શાહ) ની વેગો કોફી કલરની એકિટવા જીજે ૧૨ બીઈ ૦૩૯૧ કોઈ અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. આ એકિટવાની ડિક્કીમાં ૨ લાખની રોકડ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.