વિશ્વ થંભી ગયું, ૧૬૫૦૦થી વધુ મોત: ૧૨૦ કરોડ વસ્તી ઘરમાં કેદ

ચીનમાં પેદા થયેલો ઘાતક કોરોના વાયરસ દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે જેની અસરે વિશ્વની એક અબજથી વધારે વસ્તી ઘરમાં રહેવા પર મજબૂર બની છે. કોરોનાથી પ્રભાવિત દેશો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે લોકડાઉન સ્થિતિમાં આવી ચૂકયા છે. કુલ માનવ વસ્તીની વાત કરીએ તો ૭.૭ અબજ વસ્તીમાંથી એક અબજથી વધુ વસ્તીને ઘરમાં બધં રહેવા માટે કહેવામાં આવ્યુ છે.દુનિયાના ૫૦થી વધારે દેશોએ તેમના ૧૨૦ કરોડથી વધારે લોકોને ઘરમાં જ રહેવા જણાવવામાં આવ્યુ છે. અમુક દેશો સંપૂર્ણ રીતે લોકડાઉન છે તો કેટલાક દેશોએ તેના અમુક વિસ્તારોને પ્રતિબંધિત કર્યા છે. ચીન, ડેનમાર્ક, અલ સલ્વાડોર, ફ્રાન્સ, આયરલેન્ડ, ઇટાલી, જર્મની, બ્રિટન, પોલેન્ડ, બેલ્જિયમ, આર્જેન્ટિના, વેટિકન સિટી, નોર્વે, ઇરાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને ઇન્ડોનેશિયા સહિત ૨૦ દેશો સંપૂર્ણ રીતે લોકડાઉન છે આ સિવાય ભારત, પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોએ તેના અમુક શહેરો, રાયોને લોકડાઉન કર્યા છે. વિશ્વસ્તરે કોરોનાના ચેપનો આંકડો સાડા ત્રણ લાખથી પણ વધારે પહોંચી ચૂકયો છે, યારે ૧૬૫૦૦થી વધુ લોકો મૃચ્યુ પામ્યા છે. ૯૦ હજારથી વધુ લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા હોવાનો અહેવાલ છે.વિશ્વસ્તરે કોરોનાથી પ્રભાવિત દેશોની વાત કરીએ તો તાજેતરમાં જ અમેરિકા વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બની ચૂકયો છે. તેણે સ્પેન, જર્મની, ઇરાનને પાછળ છોડી દીધા છે. અહી કુલ ૩૫ હજાર લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે યારે ૪૬૨ લોકો માર્યા ગયા છે.યુરોપમાં ઇટાલી પછી સૌથી પ્રભાવિત સ્પેન થયુ છે. ૩૩ હજારથી વધુ લોકોમાં ચેપ ફેલાયો છે, જેમાં મૃત્યુઆકં વધીને ૨૦૦૦ને પાર પહોંચ્યો છે. સ્પેન લોકડાઉન કરવામાં આવ્યુ છે. સ્પેન પછી જર્મની અને ફ્રાન્સ સૌથી વધારે પ્રભાવિત છે.સાર્ક દેશોમાં સૌથી વધારે પ્રભાવિત દેશ પાકિસ્તાન છે, યાં ૮૦૪ પોઝિટીવ કેસો સામે આવ્યા છે અને ૬ લોકો માર્યા ગયા છે